Psalms 22:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: પ્રભાતનાં હરણાં પ્રમાણે (હિબ્રૂ: અય્યેબેથ, હાશ-શાસર) દાવિદનું ગીત) મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? શું તમે મારાથી એટલા દૂર છો કે તમે મારો પોકાર અને આર્તનાદ સાંભળતા નથી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે; રાગ આયેલેથ હાશ-શાહાર. દાઉદનું ગીત. હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને [તમે એટલે] દૂર કેમ રહો છો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે? મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો? શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?