Psalms 27:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યા કર્યું છે, અને હું તેની જ ઝંખના રાખું છું; એટલે કે, પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ્થાન થાય; જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું, અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી, “મારા જીવનના સર્વ દિવસો પર્યંત મને યહોવાનાં મંદિરમાં બેસવા દો જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”