Psalms 28:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(દાવિદનું ગીત) હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું. હે મારા સંરક્ષક ખડક, મારા પોકાર પ્રત્યે કાન દો. જો તમે મૌન રહીને મને ઉત્તર નહિ આપો, તો હું કબરમાં ઉતારી દેવાતા શબ જેવો થઈ જઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદનું [ગીત]. હે યહોવા, હું તમને વિનંતી કરીશ; હે મારા ખડક, મારી તરફ તમારા કાન બંધ ન રાખો; રખેને તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો કબરમાં ઊતરી જનારાના જેવો હું થઈ જઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું. હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ, કારણકે તમે મારા મદદના પોકાર નો જવાબ નહિ આપો તો મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.