Psalms 30:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, હું તમને મોટા માનીશ, કારણ કે તમે મને ઊંચો કર્યો છે અને તમે મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(મંદિરના સમર્પણ સમયનું ગીત: દાવિદનું ગીત) હે પ્રભુ, હું તમારી પ્રશંસા કરું છું; કારણ કે તમે તો મને ઘોરમાંથી ઉપર ખેંચી લીધો છે. અને મારા શત્રુઓને મારા પર આનંદ કરવા દીધો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઘરની પ્રતિષ્ઠા કરતી વખતનું ગાયન દાઉદનું [ગીત]. હે યહોવા, હું તમને મોટા માનીશ; કેમ કે તમે મારો અભ્યુદય કર્યો છે, અને મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ, કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે. તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.