Psalms 35:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા સઘળા બળથી હું કહીશ કે, "હે યહોવાહ, તમારા જેવું કોણ છે? જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું મારા પૂરા અંત:કરણથી કહીશ કે, “હે પ્રભુ, તમારા સમાન કોણ છે?” તમે નિર્બળને બળવાનના સકંજામાંથી ઉગારો છો, અને પીડિત તથા કંગાલને તેમને લૂંટનારાના હાથમાંથી છોડાવો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારાં સર્વ હાડકાં કહેશે, “હે યહોવા, તમારા સરખો કોણ છે?” તે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે, અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે, “હે યહોવા, તમારા જેવું કોણ છે? જે લાચારને બળવાનથી બચાવે છે, અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”