Psalms 37:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુની પ્રતીક્ષા કર, તેમણે ચીંધેલા માર્ગે ચાલ. વચનના પ્રદેશનો વારસ બનાવી તે તને ઉન્‍નતિ બક્ષશે, અને તું દુષ્ટોનો ઉચ્છેદ જોશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાની રાહ જો, તેમને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ધીરજથી યહોવાની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો, અને યહોવા તમને વિજયી કરશે અને તમને જે દેશનું વચન અપાયેલું હતું તે તમને વારસામાં મળશે, અને તમે દુષ્ટ લોકોનો નાશ થતો જોશો.