Psalms 39:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તમે લોકોને તેઓનાં પાપોને કારણે શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક લોકો કંઈ જ નથી પણ વ્યર્થ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા ઠપકાથી તમે મનુષ્યને તેના દોષોની શિક્ષા કરો છો, કીડાની જેમ તમે મનુષ્યની પ્રિય વસ્તુઓનો નાશ કરો છો; સાચે જ મનુષ્યનું જીવન એક ફૂંક જેવું છે. (સેલાહ)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે માણસને તેના અન્યાયને કારણે ઠપકાથી શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક માણસ વ્યર્થ છે. (સેલાહ)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો. જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે. હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે. જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.