Psalms 39:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ કાને ધરો; મારાં આંસુ જોઈને! શાંત બેસી ન રહો, કેમ કે હું તમારી સાથે વિદેશી જેવો છું, મારા સર્વ પૂર્વજોની જેમ હું પણ મુસાફર છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારા પોકારો લક્ષમાં લો, મારાં આંસુ પ્રત્યે મૌન ન સેવો. કારણ, હું તમારો થોડા સમયનો મહેમાન છું અને મારા પૂર્વજોની જેમ હું પણ પ્રવાસી છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી અરજ પર કાન ધરો; મારાં આંસુ જોઈને ચૂપ બેસી ન રહો; કેમ કે હું તમારી સાથે પ્રવાસી તરીકે છું, મારા સર્વ પિતૃઓની જેમ હું પણ મુસાફર છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો. મારા આંસુઓની અવગણના ન કરશો, આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું, મારા પિતૃઓની જેમ હું અહી એક કામચલાઉ વતની છું.