Psalms 40:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી; મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે; તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તમારા ઉદ્ધારની વાત મારા હૃદયમાં સંતાડી રાખી નથી. હું સદા તમારા વિશ્વાસુપણા વિષે અને ઉદ્ધારક સહાય વિષે બોલ્યો છું; તમારાં પ્રેમ અને સચ્ચાઈને મેં મોટી સભાથી છુપાવ્યાં નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં મારા હ્રદયમાં તમારું ન્યાયીપણું સંતાડી મૂક્યું નથી. મેં તમારું વિશ્વાસુપણું તથા તારણ પ્રગટ કર્યાં છે; તમારી કૃપા તથા સત્યતા મેં મહામંડળીથી છુપાવી રાખી નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં કયારેય તમારી નિષ્પક્ષતાને મારા હૃદયમાં છુપાવી નથી. મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા અને તારણ વિષે જાહેરાત કરી છે.