Psalms 41:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો મારો શત્રુ મને મળવા આવે, તો તે અયોગ્ય બાબતો કહે છે; તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે મારી પાસેથી બહાર જાય છે, ત્યારે તે મારા વિષે બીજાઓને કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી મુલાકાતે આવનારા સહાનુભૂતિના પોકળ શબ્દો ઉચ્ચારે છે; તેઓ અંદરખાને મારા વિષે જૂઠી માહિતી એકઠી કરે છે, અને બહાર જઈને અફવાઓ વહેતી મૂકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તે [મને] મળવા આવે તો તે જૂઠું બોલે છે; તેનું હ્રદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે બહાર જાય છે ત્યારે તે [બધું] જાહેર કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે, અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.