Psalms 44:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા, અને તમે તમારા લોકોને વસાવ્યા; તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા, પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે તમારા પોતાને હાથે અન્ય પ્રજાઓને ઉખાડી નાખીને, ત્યાં તમારા લોકને વચનના પ્રદેશમાં રોપ્યા હતા. તમે અન્ય પ્રજાઓ પર વિપત્તિ લાવીને તેમને હાંકી કાઢયા અને તમારા લોકને વિસ્તાર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે તમારે હાથે વિદેશીઓને કાઢી મૂકીને ત્યાં તેમને વસાવ્યા હતા; તમે એ લોકો પર દુ:ખ લાવીને તેઓને હાંકી કાઢયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વિદેશીઓની પ્રજાને, તમે તમારા હાથે હાંકી કાઢી, ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી તેઓને ત્યાં વસાવ્યા હતા.