Psalms 44:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમારા પૂર્વજોએ કંઈ તલવાર વડે વચનના પ્રદેશ પર કબજો મેળવ્યો ન હતો, અને તેમણે પોતાના બાહુબળ વડે વિજય પ્રાપ્ત કર્યો નહોતો; પણ તમે તમારા જમણા હાથના પરાક્રમે, તમારા બાહુબળથી અને તમારા મુખના પ્રકાશે વિજય હાંસલ કર્યો હતો; કારણ, તમે તેમના પર પ્રસન્ન હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે તથા તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી. અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો. તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા, પરંતુ તમારા જમણા હાથે, તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા. કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.