Psalms 45:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમને નેકી પર પ્રેમ છે અને દુષ્ટતા પર દ્વેષ છે તેથી જ ઈશ્વરે, તમારા ઈશ્વરે તમારા સૌ સાથીઓમાંથી તમને પસંદ કરી આનંદના તેલથી તમારો અભિષેક કર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમને ન્યાયીપણા પર પ્રેમ છે, અને દુષ્ટતા પર દ્વેષ છે; માટે ઈશ્વરે, તમારા ઈશ્વરે, તમારા સાથીઓ કરતાં [તમને શ્રેષ્ઠ ગણીને] આનંદના તેલથી તમને અભિષિક્ત કર્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે; તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.