Psalms 48:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. સેલાહ
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે જેમ ઈશ્વરનાં મહાન કાર્યો વિષે સાંભળ્યું હતું, તે જ પ્રમાણે સેનાધિપતિ પ્રભુના નગરમાં, હા, ઈશ્વરના નગરમાં, અમે અમારી સગી આંખે થતું નિહાળ્યું છે! ઈશ્વર તે નગરને સદાસર્વદા ટકાવી રાખશે. (સેલાહ)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના [સરદાર] યહોવાના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર રાખશે. (સેલાહ)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે. આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં, હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.