Psalms 55:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો, એ તો મારાથી સહન કરી શકાત; મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો, એવાથી તો હું સંતાઈ રહી શકત.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ શત્રુએ મારી નિંદા કરી હોત, તો હું તે સહન કરી શક્ત. જો કોઈ પ્રતિસ્પર્ધીએ મારી વિરુદ્ધ લડાઈ કરી હોત તો હું તેનાથી સંતાઈ શક્ત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે મારા પર જે તહોમત મૂકનારો છે તે શત્રુ ન હતો; એ તો મારાથી સહન કરી શકાત. મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે વૈરી ન હતો; એવાથી તો હું સંતાઈ રહી શકત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા; એ તો મારાથી સહન કરી શકાત; મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો, નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.