Psalms 55:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે તેઓને સાંભળશે અને જવાબ આપશે. સેલાહ જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી; તેઓ ઈશ્વરથી બીતા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અનાદિકાળથી રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે અને તેમને નમાવશે; (સેલાહ) કારણ, ન તો તેઓ સુધરે છે, કે ન તેમને ઈશ્વરનો ડર લાગે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈશ્વર જે અનાદિકાળથી [ન્યાયાસન પર] બિરાજમાન છે. તે [મારી પ્રાર્થના] સાંભળશે, (સેલાહ) અને જેઓ [ની સ્થિતિ] માં કંઈ ફેરફાર થતો નથી, અને જેઓ ઈશ્વરથી બીતા નથી, તેઓને તે નીચે પાડશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે, તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ પણ બદલતાં નથી.