Psalms 56:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: રાગ, એકલવાયું શાંત કબૂતર (હિબ્રૂ: યોનાથ - એલેમ - રહોકીમ) દાવિદનું મિખ્તામ; ગાથમાં પલિસ્તીઓએ તેને પકડયો તે સમયનું ગીત) હે ઈશ્વર, મારા પર દયા કરો, કારણ, માણસો મને ખૂંદી નાખે છે; મારા શત્રુઓ આખો વખત મારા પર જુલમ કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે; રાગ યોનાથ-એલેમ રહોકીમ. દાઉદનું મિખ્તામ. ગાથમાં પલિસ્તીઓએ તેને પકડયો તે વખતનું. હે ઈશ્વર, તમે મારા પર દયા કરો; કેમ કે માણસ તો મને ગળી જાય; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.