Psalms 56:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે, કે જેથી હું ઈશ્વરની સમક્ષ, જીવતાઓના અજવાળામાં ચાલું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે મારા પ્રાણને મૃત્યુમાંથી ઉગાર્યો છે, અને મારા પગને લથડવા દીધા નથી; જેથી, હે ઈશ્વર, હું તમારી સમક્ષ જીવનદાયક પ્રકાશમાં ચાલું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું ઈશ્વરની સમક્ષ જીવનના અજવાળામાં ચાલું, તેથી તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; શું, મારા પગને તમે લથડતાં [બચાવ્યા] નથી?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે, તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે, જેથી હું જીવનનાં અજવાળામાં દેવની સામે જીવી શકું.