Psalms 57:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: રાગ: હિબ્રૂ: અલ તારખેથ - (‘વિનાશ કરશો નહિ’,) દાવિદનું મિખ્તામ. તે શાઉલ રાજા પાસેથી નાસી જઈને ગુફામાં સંતાઈ રહેતો તે સમયનું ગીત.) હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તમારે શરણે આવ્યો છે; આ વિનાશક આંધી પસાર ન થઈ જાય, ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં શરણ લઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. તે શાઉલથી નાસી જઈ ગુફામાં રહેતો તે વખતનું. હે ઈશ્વર, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે; [આ] વિપત્તિઓ થઈ રહે, ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રયે રહીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તારા શરણ આપ્યો છે, આ તોફાન શમી જાય ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.