Psalms 59:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક પ્રતિ: રાગ, અલ તારખેથ; (વિનાશ કરશો નહિ) દાવિદનું મિખ્તામ; જ્યારે શાઉલ રાજાએ મોકલેલા માણસોએ તેની હત્યા કરવા ઘરની તપાસ રાખી તે સમયનું ગીત) હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને બચાવો. મારા પર હુમલો કરનારાઓથી મારું રક્ષણ કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. શાઉલે મોકલેલા માણસોએ તેને મારવાને ઘરની ચોકી કરી, તે વખતનું. હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગારો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો; અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.