Psalms 59:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે, જુઓ, તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહ્યા છે; શક્તિશાળી દુષ્ટો મારી સામે એકત્ર થાય છે, પણ, હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ મારી હત્યા કરવા છુપાઈને બેઠા છે. ઘાતકી લોકો મારી વિરુદ્ધ એકત્ર થાય છે. હે પ્રભુ, મારા કોઈ અપરાધ કે મારા કોઈ પાપને લીધે તેઓ એમ કરે છે એવું નથી;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહે છે; પરાક્રમીઓ મારી સામે એકત્ર થાય છે; હે યહોવા, મારાં ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘાતકી માણસો છુપાઇ રહીને મારો જીવ લેવા કેવા રાહ જોઇ રહ્યાં છે! હે યહોવા, મેં કોઇ પાપ કર્યુ છે કે કોઇ અપરાધ કર્યો છે, કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે, એવું નથી.