Psalms 59:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. સેલાહ
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે સેનાધિપતિ પ્રભુ, તમે તો ઇઝરાયલના ઈશ્વર છો. જાગો અને સર્વ વિધર્મી રાષ્ટ્રોને સજા કરો; ભૂંડાઈ આચરનાર કોઈ પણ દેશદ્રોહી પ્રત્યે દયા દર્શાવશો નહિ. (સેલાહ)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓ સૈન્યોના [સરદાર] યહોવા પરમેશ્વર, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ વિદેશીઓને જોઈ લેવાને જાગજો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. (સેલાહ)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, સૈન્યોના દેવ; ઇસ્રાએલના દેવ, જાગૃત થાઓ; આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો; તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહિ.