Psalms 60:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે; તમે અમને પાયમાલ કર્યા છે; તમે કોપાયમાન થયા છો; અમને ફરીથી સ્થાપો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: રાગ: કમળફૂલનું વચન ચ-હિબ્રૂ: શૂશાન - એડ્થૃ-; શિક્ષણ માટે દાવિદનું મિખ્તામ, નાહરાઈમ અને ઝોબાના અરામીઓ સાથે તેણે યુદ્ધ કર્યું અને યોઆબે પાછા વળતાં ક્ષારના ખીણપ્રદેશમાં બાર હજાર અદોમીઓને માર્યા તે સમયનું ગીત) હે ઈશ્વર, તમે અમારો ત્યાગ કર્યો છે, અને તમે અમને છિન્નભિન્ન કરી નાખ્યા છે. તમે અમારા પર કોપાયમાન થયા છો, અને અમારાથી વિમુખ થયા છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે. રાગ શૂશાન-એડૂથ; શિખામણને અર્થે દાઉદનું મિખ્તામ. તે અરામ-નાહરાઈમ તથા અરામ-સોબા સાથે લડયો, ને યોઆબે પાછા ફરીને ખારના નીચાણમાં અદોમમાંના બાર હજાર માણસ માર્યા, તે વખતનું. હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે, તથા પાયમાલ કરી નાખ્યા છે: તમે કોપાયમાન થયા છો; અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે. હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો. મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.