Psalms 65:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો; ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે; જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે ભૂમિની કાળજી લો છો અને વર્ષાથી તેને સિંચો છો; તમે તેને રસાળ અને ફળદ્રુપ બનાવો છો. હે ઈશ્વર, તમારી નદી પાણીથી ભરપૂર છે. તમે પૃથ્વીને તૈયાર કરીને મનુષ્યો માટે ધાન્ય પકવો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે પૃથ્વીની મુલાકાત લો છો, અને તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો. ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે! તમે પૃથ્વીને તૈયાર કરીને તેઓને માટે ધાન્ય પકવો છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે અને ભૂમિને પાણી આપે છે. દેવની નદી પાણીથી ભરેલી છે જેથી તેના લોકોને સારી ફસલ મળે.