Psalms 68:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે ઘણા બંદીવાનોને લઈને ઉન્‍નત સ્થાને ચઢયા, બલ્કે, તમે શરણે આવેલા વિદ્રોહીઓ પાસેથી નજરાણાં સ્વીકાર્યાં. હવે હે પ્રભુ ઈશ્વર, તમે ત્યાં વાસ કરો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો, તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી નજરાણાં લીધાં છે, બંડખોરો પાસેથી પણ લીધાં, જેથી યહોવા ઈશ્વર [તેઓમાં] રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તે ઉંચાઇ પર જાય છે, તે બંદીવાનોની કૂચને ઘેરે છે, જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા તેમની પાસેથી તથા માણસો પાસેથી ભેટો સ્વીકારવા યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.