Psalms 68:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો, બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો. જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બરુઓમાં વસવાટ કરનાર જંગલી પશુ સમા અને વાછરડાઓ સહિતના આખલાઓના ટોળા જેવા ઇજીપ્તને ધમકાવો; તેમને લળીલળીને ચાંદીની ભેટો ધરતા કરી દો, અને યુદ્ધમાં રાચતી પ્રજાઓને વિખેરી નાખો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સરકટોમાં ભરાઈ રહેનાર હિંસક પ્રાણીને ધમકાવો, ગોધાઓના ટોળાને તથા વાછરડાં જેવા લોકોને પણ [ધમકાવો] કે, તેઓ રૂપાની લગડીઓ તમને આપીને દંડવત પ્રણામ કરે; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો, રાષ્ટ્રોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો, જેથી તેઓ તમારે શરણે આવે અને તમારા માટે ચાંદીની ભેટો લાવે, યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.