Psalms 70:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ હું તો દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. હે યહોવાહ, વિલંબ ન કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું પીડિત અને દરિદ્ર છું; હે ઈશ્વર, સત્વરે મારી સહાય કરો. તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો; હે પ્રભુ, વિલંબ ન કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પરંતુ હું દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે આવવાને ઉતાવળ કરો; તમે મારા સહાયકારી તથા મને બચાવનાર છો; હે યહોવા, વિલંબ ન કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ હું તો દરિદ્રી અને લાચાર છું, હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો; તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો; હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.