Psalms 72:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશમાં વિપુલ ધાન્ય પાકો, અને પર્વતોનાં શિખરો પર પણ પાક વિલસી રહો; લબાનોન પર્વતની જેમ ત્યાં ફળો લચી પડો, અને ઘાસથી ભરપૂર મેદાનોની જેમ નગરો માણસોથી ઊભરાઈ રહો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની જેમ ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેશમાં પર્વતોનાં શીખરો પર પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે, તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ, ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.