Psalms 75:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: રાગ, હિબ્રૂ: અલ-તાસ્ખેથ (વિનાશ કરશો નહિ) આસાફનું ગીત) હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. હે હાજરાહજૂર ઈશ્વર, અમે તમારા નામની પ્રશંસા કરીએ છીએ; લોકો તમારાં અદ્‍ભુત કાર્યો પ્રગટ કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ આસાફનું ગીત; ગાયન હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; આભાર માનીએ છીએ, કેમ કે તમારું નામ સંનિધ છે; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે; માટે તમારો આભાર માનીએ છીએ. લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.