Psalms 78:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ છતાં તેમણે, દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી અને તેઓનો નાશ ન કર્યો. હા, ઘણીવાર તેમણે પોતાનો ક્રોધ સમાવી દીધો અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં રહેમદિલ ઈશ્વરે તેમનાં પાપ માફ કર્યાં, અને તેમનો વિનાશ કર્યો નહિ. વારંવાર ઈશ્વરે પોતાના ક્રોધને અંકુશમાં રાખ્યો, અને પોતાના પ્રકોપને પૂરેપૂરો ભભૂકવા દીધો નહિ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તે પૂર્ણ રહેમી હોવાથી તેમણે તેઓનું પાપ માફ કર્યું, અને [તેઓનો] નાશ કર્યો નહિ; હા, વારંવાર તેમણે પોતાનો કોપ શમાવ્યો, અને પોતાનો રોષ પૂરો સળગાવ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમ છતા તેમણેં દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો; તેમણે ઘણીવાર ક્રોધ સમાવી દીધો; અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.