Psalms 8:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: ગીત્તીથ પ્રમાણે, દાવિદનું ગીત) હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે! તમારા ગૌરવની પ્રશંસા આકાશો સુધી પહોંચે છે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત. હે યહોવા, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે. અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.