Psalms 84:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચકલીઓને ઘર મળ્યું છે અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, મારા રાજા તથા મારા ઈશ્વર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે સેનાધિપતિ પ્રભુ, મારા રાજા અને મારા ઈશ્વર, ચકલીને પોતાનું ઘર મળ્યું છે, અરે, અબાબીલને પોતાનાં બચ્ચાં મૂકવાનો માળો મળ્યો છે; એટલે, અમારાં જેવાને તમારી વેદીઓનો આશ્રય મળ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચલ્લીને ઘર મળ્યું છે, અને અબાબીલને માળો મળ્યો કે, જેમાં તે પોતાનાં બચ્ચાં રાખે, એટલે તમારી વેદીઓ [આગળ], હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા ઈશ્વર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ, ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.