Psalms 88:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે; મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે સ્મરણ કરતા નથી, જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તો મૃતદેહો વચ્ચે તજી દેવાયેલા જેવો છું; અને જેમનું તમે ફરી સ્મરણ કરવાના નથી અને જેઓ તમારા સંરક્ષક હાથથી વંચિત થયા છે, તેવા કપાઈને કબરમાં નંખાયેલા લોકો જેવો હું બન્યો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મને તજીને મૂએલા ભેગો ગણી લીધો છે, મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે ફરી સ્મરણ કરતા નથી, અને જેઓ તમારા હાથથી દૂર થયેલા છે [તેમના જેવો હું છું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું મૃત્યુ પામેલાઓની વચ્ચે પેડેલા મૃતદેહ જેવો છું. જેઓ યુદ્ધમાં મરાયા હતાં અને કબરમાં દટાયા હતાં. અને હવે તમે તેઓને યાદ કરતાં નથી. તેઓ તમારી કાળજીથી દૂર રખાયાં છે, હું તેમના જેવો છું.