Psalms 92:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં મારી આંખે મારા શત્રુઓનો પરાજય જોયો છે; મેં મારા કાને મારા વિરોધી દુષ્ટોની ચીસો સાંભળી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી મારા શત્રુઓને [મારી ઇચ્છા પ્રમાણે થએલું મેં] મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનાર દુષ્કર્મીઓને [મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં] મારે કાને સાંભળ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે; અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.