Psalms 93:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ રાજ કરે છે, તેમણે ભવ્યતા પરિધાન કરી છે; પ્રભુ વિભૂષિત છે, તેમણે પરાક્રમે કમર ક્સી છે. સાચે જ તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે; તે વિચલિત થશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા રાજ કરે છે; તેમણે મહત્ત્વ ધારણ કર્યું છે; યહોવાએ પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે; વળી ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવેલું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા રાજ કરે છે, ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે કે તે અચળ રહેશે.