Psalms 95:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, 'તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચાળીસ વર્ષ સુધી તે પેઢી પ્રત્યે મને ઘૃણા રહી. ત્યારે મેં કહ્યું, ‘આ લોકોનાં હૃદયો ભટકી ગયેલાં છે; તેઓ મારા માર્ગોમાં ચાલવાનો ઇનકાર કરે છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચાલીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો, “તે લોકો ભૂલકણા હ્રદયના છે, અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું, તે લોકો અવિનયી છે. તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.