Revelation 10:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં બીજા એક બળવાન સ્વર્ગદૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો, તે વાદળથી ઘેરાયેલો હતો, અને તેના માથા પર મેઘધનુષ હતું, અને તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મેં એક બીજા પરાક્રમી દૂતને આકાશમાંથી ઊતરતો જોયો. તે વાદળોથી આચ્છાદિત હતો અને તેના કપાળની આસપાસ મેઘધનુષ હતું, તેનો ચહેરો સૂર્ય જેવો અને તેના પગ અગ્નિના થંભ જેવા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું, તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મેં બીજા એક શક્તિશાળી દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથાં પર મેઘધનુષ્ય હતું. તે દૂતનું મોં સૂર્યના જેવું હતું. અને તેના પગો અગ્નિના સ્તંભો જેવા હતા.