Revelation 10:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં સ્વર્ગદૂતની પાસે જઈને તેને કહ્યું કે 'એ નાનું ઓળિયું મને આપ.' અને તેણે મને કહ્યું કે 'તે લે અને ખાઈ જા. તે તારા પેટને કડવું કરશે પણ તારા મોમાં મધ જેવું મીઠું લાગશે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું દૂતની પાસે ગયો અને તે નાનું પુસ્તક માગ્યું. તેણે કહ્યું, “લે, ખા; તે તારા પેટમાં કડવું લાગશે, પણ મોંમાં તો તે મધ જેવું મીઠું લાગશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં દૂતની પાસે જઈને તેને કહ્યું, “એ નાનું ઓળિયું મને આપ.” તેણે મને કહ્યું, “આ લે, ને તેને ખાઈ જા. તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી હું તે દૂત પાસે ગયો અને મને તે નાનું ઓળિયું આપવા કહ્યું. તે દૂતે મને કહ્યું કે, “આ ઓળિયું લે અને તેને ખા. તે તારા પેટમાં કડવું બનશે પણ તે તારા મોંમાં મધ જેવું મીઠું લાગશે.”