Revelation 11:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ તેઓને ઈજા પહોંચાડવા ચાહશે તો તેઓનાં મોંમાંથી આગ નીકળશે અને તેઓના શત્રુઓને નષ્ટ કરશે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ઇચ્છશે તો તેને માર્યા જવું પડશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ તેમને ઇજા પહોંચાડવા ચાહે તો તેમના મુખમાંથી અગ્નિ નીકળીને તેમનો સંહાર કરશે. તેમને ઇજા પહોંચાડનાર એ રીતે માર્યો જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કોઈ તેઓને ઇજા કરવા ચાહે, તો તેઓનાં મોંમાંથી અગ્નિ નીકળે છે, ને તે તેઓના શત્રુઓનો સંહાર કરે છે, અને જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે, તો તે જ પ્રમાણે તેણે માર્યા જવું જોઈએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કોઈ વ્યક્તિ સાક્ષીઓને નુકશાન કરવાનો પ્રયત્ન કરે છે તો તેઓનાં મુખોમાંથી અગ્નિ નીકળે છે અને તેઓના દુશ્મનોનો નાશ કરે છે. જો કોઈ વ્યક્તિ તેઓને ઇજા કરવાનો પ્રયત્ન કરે છે તો આ રીતે તે મૃત્યુ પામશે.