Revelation 11:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે મોટું નગર આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવાય છે, જ્યાં તેઓના પ્રભુ વધસ્તંભે જડાયા તે નગરના રસ્તામાં તેઓના મૃતદેહો પડ્યા રહે છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમનાં શબ મહાનગરની ગલીઓમાં રઝળશે, એ મહાનગરમાં પ્રભુ ક્રૂસે જડાયા હતા. તેનું સાંકેતિક નામ ‘સદોમ’ અથવા ‘ઇજિપ્ત’ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે મોટા નગરને આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવામાં આવે છે, જ્યાં તેઓના પ્રભુને વધસ્તંભે જડાવવામાં આવ્યા, તે નગરના રસ્તામાં તેઓનાં શબ [પડયાં રહે છે.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે બે સાક્ષીઓના મૃતદેહો મોટા શહેરની શેરીમાં પડ્યાં રહેશે. આ શહેર સદોમ અને મિસર કહેવાય છે. તે શહેરના આ નામો હોવાનો વિશિષ્ટ અર્થ છે. આ તે શહેર છે જ્યાં તેઓના પ્રભુને મારી નાખવામાં આવ્યો હતો.