Revelation 12:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે, 'હમણાં ઉદ્ધાર, પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેમની વિરુધ્ધ આક્ષેપો મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી સ્વર્ગમાં મેં એક મોટી વાણી આમ બોલતાં સાંભળી, “હવે આપણા ઈશ્વરે વિજય પ્રાપ્ત કર્યો છે, હવે ઈશ્વરનું રાજ આવ્યું છે. હવે તેમના અભિષિક્તે પોતાનો અધિકાર સ્થાપિત કર્યો છે. કારણ, ઈશ્વરની સમક્ષ આપણા ભાઈઓ પર રાતદિવસ દોષારોપણ કરનારને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતાં સાંભળી કે, હવે તારણ, પરાક્રમ, અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે, કેમ કે અમારાં ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકવામાં આવ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મેં આકાશમાં મોટા સાદે વાણીને કહેતા સાંભળી કે, “હવે તારણ અને પરાક્રમ અને અમારા દેવનું રાજ્ય અને તેના ખ્રિસ્તની સત્તા આવ્યાં છે; આ વસ્તુઓ આવી છે કારણ કે અમારા ભાઇઓ પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ રાત દિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકી દેવામાં આવ્યો છે.