Revelation 12:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો. અને તેનાં બાકીનાં સંતાન એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને જેઓ ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે નીકળ્યો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રચંડ અજગર પેલી સ્ત્રી પર ખૂબ ક્રોધે ભરાયો અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરનાર અને ઈસુએ પ્રગટ કરેલા સત્યને વળગી રહેનાર સ્ત્રીના બાકીનાં સંતાન સામે યુદ્ધ કરવા નીકળી પડયો, અને તે પ્રચંડ અજગર સમુદ્ર કિનારે રેતીમાં ઊભો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો, અને તેનાં બાકીનાં સંતાન, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો. અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી અજગર તે સ્ત્રી પર ઘણો ગુસ્સે થયો હતો. તે અજગર તેનાં બીજા બાળકો સામે યુદ્ધ કરવા માટે ચાલી નીકળ્યો. (જે દેવની આજ્ઞાઓનું પાલન કરે છે અને ઈસુએ જે ઉપદેશ આપ્યો છે તેના સત્યને વળગી રહે છે, તે લોકો તેનાં બાળકો છે.)