Revelation 12:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આકાશમાં બીજું ચિહ્ન પણ દેખાયું; જુઓ, મોટો લાલ અજગર હતો, જેને સાત માથાં ને દસ શિંગડાં હતાં; અને તેના માથા પર સાત મુગટ હતા;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આકાશમાં બીજું એક રહસ્યમય દૃશ્ય દેખાયું. લાલ રંગનો એક પ્રચંડ અજગર દેખાયો. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. દરેક માથા પર મુગટ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું:જુઓ, મોટો લાલ અજગર હતો, તેને સાત માથાં ને દશ શિંગડાં હતાં. અને તેનાં માથાં પર સાત મુગટ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી આકાશમાં બીજુ એક ચિન્હ દેખાયું: ત્યા એક મોટો લાલ અજગર હતો. તે અજગરને સાત માથાં પર સાત મુગટ, દરેક માથાં પર એક મુગટ હતો. તે અજગરને દસ શિંગડા પણ હતાં.