Revelation 13:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પેલા પ્રથમ પશુની વિશાળ સત્તાનો તેની સમક્ષ ઉપયોગ કર્યો. તેણે પૃથ્વી અને તેના વસનારાઓ સર્વને પ્રથમ પશુની ભક્તિ કરવાની ફરજ પાડી. પ્રથમ પશુનો જીવલેણ ઘા રૂઝાઈ ગયો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પહેલા શ્વાપદનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, અને જે પહેલા શ્વાપદનો પ્રાણઘાતક ઘા રૂઝાયો હતો, તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાંઓની પાસે તે કરાવે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ પ્રાણી પ્રથમ પ્રાણી પાસે જે અધિકાર હતો તે જ અધિકારનો ઉપયોગ કરીને પ્રથમ પ્રાણીની સામે ઉભું રહે છ. તેને આ અધિકારનો ઉપયોગ પૃથ્વી પર રહેનારા બધા લોકોને પ્રથમ પ્રાણીની આરાધના કરાવવા માટે કર્યો. તે પ્રથમ પ્રાણી તે એક કે જેનો પ્રાણધાતક ધા રુંઝાયો હતો.