Revelation 13:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમાં ચાતુર્ય રહેલું છે. જેને બુદ્ધિ છે, તે હિંસક પશુની સંખ્યા ગણે; કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે અને તેની સંખ્યા છસો છાસઠ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ તો બુદ્ધિ માંગી લે છે, જે કોઈ બુદ્ધિશાળી હોય તે પશુના આંકડા પરથી તેનું નામ શોધી કાઢી શકે છે; કારણ, એ આંકડો એક માણસનું નામ સૂચવે છે. તે આંકડો છસો છાસઠ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આમાં ચાતુર્ય [રહેલું] છે. જેને બુદ્ધિ છે, તે શ્વાપદની સંખ્યા ગણે. કેમ કે તે એક માણસ [ના નામ] ની સંખ્યા છે: અને તેની સંખ્યા છસો છાસઠ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે વ્યક્તિ પાસે સમજશક્તિ હોય છે તે પ્રાણીની સંખ્યાનો અર્થ સમજી શકે છે આમાં ડહાપણની જરુંર પડે છે. આ સંખ્યા તે એક માણસની સંખ્યા છે; અને તેની સંખ્યા 666 છે.