Revelation 14:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને બીજો એક સ્વર્ગદૂત, એટલે કે જેને અગ્નિ પર અધિકાર છે તે, યજ્ઞવેદી પાસેથી બહાર આવ્યો; તેણે જેની પાસે ધારદાર દાતરડું હતું તેને મોટા અવાજે કહ્યું કે, તું તારું ધારદાર દાતરડું ચલાવીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે; કેમ કે તેની દ્રાક્ષ પાકી ચૂકી છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી અગ્નિ પર અધિકાર ધરાવનાર બીજો એક દૂત વેદીએથી બહાર આવ્યો. તેણે મોટે અવાજે ધારદાર દાતરડાવાળા દૂતને બૂમ પાડી, “તારું દાતરડું ચલાવ અને પૃથ્વીની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષો કાપી લે, કારણ, દ્રાક્ષો પાકી ગઈ છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બીજો એક દૂત, એટલે જેને અગ્નિ પર અધિકાર છે તે, વેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારવાળું દાતરડું હતું તેને મોટે સ્વરે કહ્યું, “તું તારું ધારવાળું દાતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી બીજો એક દૂત વેદીમાંથી બહાર આવ્યો. આ દૂતને અગ્નિ પર અધિકાર છે. આ દૂતે મોટા અવાજે તે દૂતને ધારદાર દાતરડાં સાથે બોલાવ્યો. તેણે કહ્યું કે, “તારું ધારદાર દાતરડું લે અને પૃથ્વીની દ્રાક્ષમાંથી દ્રાક્ષનાં ઝૂમખાને ભેગાં કર. પૃથ્વીની દ્રાક્ષો પાકી ચૂકી છે.”