Revelation 14:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે, હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ બે દૂત પછી ત્રીજો દૂત આવ્યો અને તેણે મોટે અવાજે પોકાર્યું, “જે કોઈ પ્રથમ પશુની અને તેની પ્રતિમાની ભક્તિ કરશે અને તેની છાપ કપાળે અથવા પોતાના હાથ પર લગાવશે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે સ્વરે બોલ્યો, “શ્વાપદને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે, અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ ત્રીજો દૂત પહેલા બે દૂતોને અનુસર્યો, આ ત્રીજા દૂતે મોટા સાદે વાણીમાં કહ્યું કે, “જે તે પ્રાણી અને પ્રાણીની મૂર્તિને પૂજે છે અને તેના કપાળ પર કે તેના હાથ પર તે પ્રાણીની છાપ પ્રાપ્ત કરે છે તે વ્યક્તિ ઓ માટે ખરાબ સમય હશે.