Revelation 16:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને આકાશમાંથી આશરે વીસ વીસ કિલોગ્રામનાં કરા માણસો પર પડ્યા અને કરાની આફતને લીધે માણસોએ ઈશ્વરને શ્રાપ આપ્યો કેમ કે તે આફત અતિશય ભારે હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આકાશમાંથી માણસો ઉપર આશરે પચાસ પચાસ કિલોગ્રામના કરા પડયા અને એ કરાને લીધે માણસો ઈશ્વરને શાપ દેવા લાગ્યા. કારણ, એ તો સૌથી ભયાનક આફત હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આકાશમાંથી માણસો પર આશરે એક એક મણના મોટા કરા પડયા, અને કરાના અનર્થને લીધે માણસોએ ઈશ્વરની નિંદા કરી, કેમ કે તેમનો આ અનર્થ અતિશય ભારે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાક્ષસી કરા આકાશમાંથી લોકો પર પડ્યા. આ કરા લગભગ 100 પૌંડના વજનના હતા. લોકોએ આ કરાની મુસીબતોને કારણે દેવની નિંદા કરી; કેમ કે આ મુસીબત ભયંકર હતી.