Revelation 17:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો; અને એક કિરમજી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ; તે પશુ ઈશ્વરનું અપમાન કરનારાં નામોથી ભરેલું હતું, અને તેને સાત માથાં ને દસ શિંગડાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પવિત્ર આત્માએ મારો કબજો લીધો અને એ દૂત મને વેરાનમાં ઉપાડી ગયો. ત્યાં મેં લાલ પશુ પર બેઠેલી એક સ્ત્રી જોઈ. તે પશુને આખે શરીરે ઈશ્વરની નિંદા સૂચવતાં નામ લખેલાં હતાં અને તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો. ત્યાં મેં એક કિરમજી રંગના શ્વાપદ પર એક સ્‍ત્રીને બેઠેલી જોઈ. તે શ્વાપદ ઈશ્વરનિંદક નામોથી ભરેલું હતું. તેને સાત માથાં તથા દશ શિંગડા હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે દૂત મને આત્મામાં રણમાં લઈ ગયો. ત્યાં મેં એક સ્ત્રીને લાલ પ્રાણી પર બેઠેલી જોઈ. તે પ્રાણી તેના પર લખાયેલા ઈશ્વરનિંદક નામોથી ઢંકાયેલું હતું. તે પ્રાણીને સાત માથાં અને દસ શિંગડા હતા.