Revelation 18:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે, કેમ કે હવેથી કોઈ તેમનો સામાન ખરીદનાર નથી;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પૃથ્વીના વેપારીઓ પણ તેને માટે વિલાપ કરે છે, કારણ, હવે કોઈ તેમનો માલસામાન ખરીદતું નથી. તેમનું સોનું, ચાંદી, હીરા, મોતી, અળસીના રેસાનાં બારીક વસ્ત્ર, જાંબુડી કાપડ, રેશમ અને લાલ રંગનાં વસ્ત્રો, દરેક પ્રકારનાં સુગંધી લાકડાં, હાથીદાંત અને કિંમતી લાકડાની, તાંબાની, લોખંડની અને આરસની વસ્તુઓ, તજ, એલચી, ધૂપ અને બોળ, દારૂ અને તેલ, મેંદો અને ઘઉં, ઢોરઢાંક અને ઘેટાં, ઘોડા અને રથ, ગુલામો એટલે કે માનવજીવો, કોઈ કંઈ ખરીદતું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે કેમ કે હવેથી કોઈ તેઓનો માલ વેચાતો લેનાર નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પૃથ્વી પરના વેપારીઓ તેના માટે શોક કરશે અને તેને માટે દુ:ખી થશે. તેઓ દિલગીર થશે કારણ કે હવે તેઓ જે વેચે છે તેને ખરીદનારા ત્યાં કોઈ નથી.